- ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 398 કોરોના નોંધાયેલા છે
- અત્યારસુધીમાં કોરોનાથી 749એ જીવ ગુમાવ્યાં જ્યારે 5219 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
અમદાવાદ. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 1,60,772 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12,539 પોઝિટિવ અને 1,48,233 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુંઆંક 749એ પહોંચ્યો છે અને 5219 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 398 કોરોના નોંધાયેલા છે, જેમાં અમદાવાદમાં 271, સુરતમાં 37, વડોદરામાં 26, મહીસાગર અને પાટણમાં 15-15, કચ્છમાં 4, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગરમાં 3-3, બનાસકાંઠા, ખેડા, આણંદ, વલસાડમાં 2-2, જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયો છે.
છ ટાઇપના સરકારી બ્લોક નં. 1થી 13ના વિસ્તારને કન્ટેઇમનેન્ટ એરિયા જાહેર કરાયો
ગાંધીનગરના સેક્ટર 22માં કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સેક્ટર 22માં સુવિધા કચેરી તેમજ પોસ્ટ ઓફિસ નજીક આવેલા છ ટાઇપના સરકારી બ્લોક નં. 1થી 13માં આવેલા અંદાજી 78 મકાનોમાં 333 જટેલી વસ્તી ધરાવતા સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય મંત્રી મંડળની સતત 8મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક મળી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની સતત 8મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી અને અન્યમંત્રીઓ સંબંધિત જિલ્લા મથકોએ કલેકટર કચેરીથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં સહભાગી થયા હતા.
રાજ્યમાં સતત 22માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ કેસ
તારીખ | કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
29 એપ્રિલ | 308 (250) |
30 એપ્રિલ | 313(249) |
1 મે | 326 (267) |
2 મે | 333 (250) |
3 મે | 374 (274) |
4 મે | 376 (259) |
5 મે | 441(349) |
6 મે | 380 (291) |
7 મે | 388 (275) |
8 મે | 390 (269) |
9 મે | 394(280) |
10 મે | 398 (278) |
11 મે | 347 (268) |
12 મે | 362 (267) |
13 મે | 364 (292) |
14 મે | 324 (265) |
15 મે | 340(261) |
16 મે | 348(264) |
17 મે | 391(276) |
18 મે | 366(263) |
19 મે | 395(262) |
20 મે | 391(271) |
કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં DCGIના લાયસન્સની જરૂર નથીઃ જયંતિ રવિ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ ધમણ-1 ને લઈને સ્પષ્ટતા કરી હતી. ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ધમણ-1 વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ.
કુલ 12539 દર્દી, 749ના મોત અને 5219 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 9216 | 602 | 3130 |
સુરત | 1193 | 56 | 783 |
વડોદરા | 726 | 32 | 463 |
ગાંધીનગર | 193 | 8 | 82 |
ભાવનગર | 114 | 8 | 84 |
બનાસકાંઠા | 88 | 4 | 78 |
આણંદ | 85 | 8 | 75 |
અરવલ્લી | 86 | 3 | 75 |
રાજકોટ | 82 | 2 | 52 |
મહેસાણા | 80 | 3 | 51 |
પંચમહાલ | 71 | 6 | 56 |
બોટાદ | 56 | 1 | 54 |
મહીસાગર | 68 | 1 | 38 |
પાટણ | 68 | 4 | 25 |
ખેડા | 53 | 1 | 25 |
સાબરકાંઠા | 49 | 3 | 20 |
જામનગર | 43 | 2 | 22 |
ભરૂચ | 37 | 3 | 26 |
કચ્છ | 57 | 1 | 6 |
દાહોદ | 29 | 0 | 16 |
ગીર-સોમનાથ | 28 | 0 | 3 |
છોટાઉદેપુર | 22 | 0 | 14 |
વલસાડ | 17 | 1 | 4 |
નર્મદા | 13 | 0 | 12 |
દેવભૂમિ દ્વારકા | 12 | 0 | 2 |
જૂનાગઢ | 13 | 0 | 3 |
નવસારી | 11 | 0 | 8 |
પોરબંદર | 5 | 0 | 3 |
સુરેન્દ્રનગર | 13 | 0 | 3 |
મોરબી | 2 | 0 | 2 |
તાપી | 3 | 0 | 2 |
ડાંગ | 2 | 0 | 2 |
અમરેલી | 2 | 0 | 0 |
અન્ય રાજ્ય | 2 | 0 | 0 |
કુલ | 12,539 | 749 | 5219 |