અરવિંદ કેજરીવાલ ગઈકાલે સિંઘુ બોર્ડર ખેડૂતોની મુલાકાતે ગયા હતા.

ખેડૂત આંદોલન:દિલ્હી પોલીસે CM કેજરીવાલને નજરકેદ કર્યા, AAPનો ગૃહ મંત્રાલય પર આરોપ

india
  • આમ આદમી પાર્ટીનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડરથી પરત આવ્યા પછી કાલથી નજર કેદ છે
  • સીએમ અરવિંદ કેજરીવાલની દરેક બેઠક રદ કરવામાં આવી છે

ખેડૂત આંદોલન અને ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે. આ આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યો છે. AAPનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલના સિંધુ બોર્ડરથી પરત આવ્યા પછીથી તેઓ કાલથી નજરકેદ જેવી સ્થિતિમાં છે. સીએમ અરવિંદ કેજરીવાલની દરેક બેઠક પણ રદ કરી દેવામાં આવી છે.

AAPનો આરોપ છે કે ગૃહ મંત્રાલયના આદેશથી પોલીસે દિલ્હી નગર નિગમના ત્રણેય મેયર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરના મુખ્ય ગેટની બહાર ધરણાં પર બેઠા છે એવું બહાનું બતાવીને મુખ્યમંત્રીના ઘરની બહાર બેરિકેડ્સ લગાવી દીધાં છે, જેથી અરવિંદ કેજરીવાલ કોઈને મળી પણ ન શકે અને ઘરની બહાર ક્યાંય જઈ પણ ન શકે.

AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે જ્યારથી મુખ્યમંત્રી સિંધુ બોર્ડરથી ખેડૂતોને મળીને અને ખેડૂતોને સમર્થન આપીને આવ્યા છે ત્યારથી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના ઈશારા પર દિલ્હી પોલીસે મુખ્યમંત્રીના ઘરની બહાર બેરિકેડ્સ લગાવીને તેમને લગભગ નજર કેદ કર્યા છે. તેઓ કોઈને મળી પણ નથી શકતા અને બહાર પણ નથી જઈ શકતા.

આમ આદમી પાર્ટીના આરોપ પર દિલ્હી પોલીસના નોર્થ જિલ્લાના ડીસીપીનું કહેવું છે કે આ આરોપ ખોટા અને પાયાવિહોણા છે. ત્યાં અમારી ફોર્સ તહેનાત છે. અરવિંદ કેજરીવાલ કાલે સાંજે 8 વાગે પણ ક્યાંક નીકળ્યા હતા અને રાત્રે 10 વાગે પાછા આવ્યા હતા. કોઈ સમસ્યા નથી.

નોંધનીય છે કે, સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડર પહોંચ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. અરવિંદ કેજરીવાલે અહીં મંગળવારે ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું હતું. તે ઉપરાંત ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પણ તપાસ કરી હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે ખેડૂતોની દરેક માંગનું સમર્થન કરીએ છીએ. ખેડૂતોનો મુદ્દો અને સંઘર્ષ યોગ્ય છે. દિલ્હી સરકાર અને અમારી પાર્ટી ખેડૂતોની સાથે છે. જ્યારે ખેડૂતો બોર્ડર પર આવ્યા હતા તો કેન્દ્ર અને દિલ્હી પોલીસે અમને દિલ્હીના 9 સ્ટેડિયમ જેલ બનાવવા માટે પરમિશન માંગી હતી.

સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, અમારા ઉપર પ્રેશર કરવામાં આવ્યું હતું. પરંતુ અમે કોઈ મંજૂરી આપી નહતી. અમારી સરકાર, પાર્ટી સતત ખેડૂતોની સેવા કરવામાં જોડાયેલી છે. અહીં પણ હું એક સેવાદાર તરીકે આવ્યો છું. ખેડૂતો સતત મહેનત કરીને અનાજ ઉગાડી રહ્યા છે, આ સંજોગોમાં આપણી ફરજ છે કે, આપણે ખેડૂતોની સેવા કરીએ.

(Source: https://www.divyabhaskar.co.in/national/news/delhi-police-cm-arvind-kejriwal-aap-allegation-farmers-protest-bharat-bandh-live-delhi-127991656.html)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *