ભૂતપુર્વ CBI વડા અને હિમાચલ પ્રદેશના ભૂતપુર્વ DGP અશ્વિની કુમાર

CBIના ભૂતપુર્વ વડાએ આત્મહત્યા કરી: હિમાચલના ભૂતપુર્વ DGP અને નાગાલેન્ડ-મણિપુરના ભૂતપુર્વ રાજ્યપાલ અશ્વિની કુમારે ઘરે ફાંસી લગાવી, ડિપ્રેશનનો સામનો કરતા હતા

india

ભૂતપુર્વ CBI વડા અને હિમાચલ પ્રદેશના ભૂતપુર્વ DGP અશ્વિની કુમારે બુધવારે આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો પ્રમાણે તેમણે શિમલા સ્થિત ઘરમાં ફાંસી લગાવી લીધી હતી. તેઓ હતાશા (ડિપ્રેશન)નો સામનો કરી રહ્યા હતા.

શિમલાના SP મોહિત ચાવલાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ એક ચોકાવનારી ઘટના છે. ચાવલાએ કહ્યું કે પોલિસ અધિકારીઓ માટે અશ્વિની કુમાર એક રોલ મોડલ હતા.

વર્ષ 2008માં CBIના ડિરેક્ટર બન્યા હતા
અશ્વિની કુમાર નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. વર્ષ 2013માં તેઓ થોડા સમય માટે મણિપુરના ગવર્નર પણ રહ્યા હતા. ઓગસ્ટ, 2006થી જુલાઈ 2008 વચ્ચે તેઓ હિમાચલપ્રદેશના DGP રહ્યા હતા. 2 ઓગસ્ટ,2008થી 30 નવેમ્બર,2010 સુધી તેઓ સીબીઆઈના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અમિત શાહની શોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરી હતી. વર્ષ 1985માં શિમલાના SP રહેલા અશ્વિની કુમારને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 1985થી 1990 સુધી તેમણે SPGમાં અનેક પદો પર કામ કર્યું હતું. તેઓ PMOમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચુક્યા હતા. તેમણે ભારતીય ગુપ્તચર એજન્સીમાં પણ કામ કર્યું હતું.

સુસાઈડ નોટમાં લખ્યુ-જીવનથી તંગ આવી હવે પછીની યાત્રા પર નિકળી રહ્યો છું
શિમલા સ્થિત બ્રાક હાસ્ટ સ્થિત નિવાસ સ્થાનમાં અશ્વિની કુમારનો મૃતહેદ લટકતી સ્થિતિમાં જોવા મળ્યો હતો. પોલીસને ઘટના સ્થળ પરથી સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં લખ્યુ છે કે જીવનથી તંગ આવી હવે પછીની યાત્રા પર નિકળી રહ્યો છું

મેનેજમેન્ટમાં Phd કર્યું હતુ​​​​​​​
અશ્વિની કુમારનો જન્મ 15 નવેમ્બર 1950માં હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહનમાં થયો હતો. તેમણે કિન્નોર જિલ્લાના કોઠી ગામ પાસે સરકારી પ્રાથમિક શાળામાં પોતાની શરૂઆતી શિક્ષણ મેળવ્યુ હતું. ત્યારબાદ તેમને નેશનલ ઈન્ડિયન મિલિટ્રી કોલેજ દેહરાદૂન તથા બિલાસપુરની સરકારી કોલેજથી શિક્ષણ મેળવ્યુ હતું. તેમણે ગ્રેજ્યુએશન હિમાચલપ્રદેશના નાહન સ્થિત સરકારી કોલેજમાંતી કર્યું. તેમણે હિમાચલપ્રદેશ યુનિવર્સિટીથી મેનેજમેન્ટમાં Phd કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *