ઉત્તરાખંડના ચમૌલીમાં હિમખંડ તૂટવાના કારણે પાણીનું સ્તર વધતાં સીએમ યોગીએ હાઈ એલર્ટના આદેશ જાહેર કર્યા છે.
- UPમાં જાહેર કરાયું હાઈ એલર્ટ
- ચમૌલીમાં હિમખંડ તૂટતા અનેક જિલ્લાઓ પ્રભાવિત
- સીએમ યોગીએ જાહેર કર્યું હાઈ એલર્ટ
ઉત્તરાખંડના ચમૌલીમાં હિમખંડ તૂટવાના કારણે નદીઓમાં આવેલા પૂરની સ્થિતિને લઈને સીએમ યોગી આદિત્યનાથે સંબંધિત વિભાગના અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ ગંગા કિનારેના જિદિલ્લાઓમાં પ્રશાસનની સક્રિયતા વધી છે. તેમાં કાનપુરસ મિર્ઝાપુર, વારાણસી, મેરઠ, કન્નોજ અને બલિયા, શાહજહાંપુર, પ્રતાપગઢનો સમાવેશ થાય છે. તેઓએ લોકોને અફવાઓ પર ભરોસો ન કરવાની સલાહ આપી છે. આ સિવાય વિષમ પરિસ્થિતિમાં જિલ્લા પ્રશાસનનો સહયોગ કરવા કહ્યું છે અને સરકાર મદદ માટે સક્રિય છે તેમ પણ કહ્યું છે.
મુખ્યમંત્રીએ રવિવારે કર્યું હતું ટ્વિટ
આ પહેલાં મુખ્યમંત્રીએ રવિવારે ટ્વિટ કર્યું કે દેવભૂમિ ઉત્તરાખંડમાં ગ્લેશ્યર તૂટવાના કારણે થયેલી આપદામાં અનેક નાગરિકો કાલકવલિત થયાની સૂચનાથી મન દુખી છે. પ્રભૂ શ્રી રામ પરિવાર જનોને દુખ સહન કરવાની શક્તિ આપે અને દિવંગતના આત્માને શાંતિ આપે. આ સાથે ઘાયલોને પણ જલ્દી રાહત આપે.
ગંગા નદીના કિનારાના વિસ્તારોને અપાયું એલર્ટ
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે રાજ્યમાં ગંગા નદીના કાંઠે વસેલા જિલ્લાના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને પોલીસ અધિક્ષકોને સતત દેખરેખ રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને પણ પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં ગંગા નદીના કાંઠે આવેલા જિલ્લાઓમાં પાણીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો એમ લાગશે કે પાણીનું સ્તર વધી રહ્યું છે તો ગંગા નદીના કાંઠે વસતા લોકોને અન્ય સ્થળોએ મોકલવામાં આવશે. સંબંધિત વિભાગોને રાહત અને બચાવ માટે સુચના આપવામાં આવી છે.

આ જગ્યાઓએ પણ જાહેર કરાયુ છે એલર્ટ
ઉત્તરાખંડમાં ગ્લેશયર તૂટવાને લઈને કાનપુર અને વારાણસીમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. આ કારણે ગંગા નદીના કાંઠે વસેલા ગામના અધિકારીઓ સતત એલર્ટ મોડ પર છે. શાહજહાંપુરમાં ગંગા નદીના કાંઠે વસતા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે અને ગંગાના કાંઠે આવેલા ગ્રામજનોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે.
આટલું થયું નુકસાન
નદીમાં આવેલા જળપ્રલય બાદ 155 લોકો હજુ પણ ગૂમ છે. તપોવન સુરંગમાંથી 16 લોકો સહિત 25 લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે. અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ મળ્યા છે. બે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યા છે. રાહત કામગીરી માટે સેનાના 600 જવાન, ITBPના 250 અને BROના 200 જવાન રેસ્ક્યુમાં જોડાઈ ચૂક્યા છે. NDRFના 200 અને SDRFની ટીમ પણ બચાવ અભિયાનમાં જોડાઈ છે. આ સાથે નૌસેનાની પણ 7 ટીમ શોધખોળમાં જોતરાઈ છે. ગ્લેશિયર તૂટવાથી અનેક ગામને નુકસાન થયું છે. એક અંદાજ મુજબ ઉત્તરાખંડના ચમૌલીનો
ગ્લેશિયર તૂટવાથી 4 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.