સુરતના પાંડેસરામાં કર્ફ્યૂમાં લિસ્ટેડ બુટલેગરના લગ્ન યોજાયા, જમણવારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

Gujarat Surat
  • કર્ફ્યૂ લાગી ગયો હોવા છતાં મોડી રાત સુધી જમણવાર ચાલ્યો
  • પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી 10ની અટકાયત કરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેડ બુટલેગરના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાના વીડિયો વાઇરલ થયો છે. સુરત શહેરમાં સતત નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. લોકો જાણે બેખોફ થઈને તમામ કાર્યક્રમો ઉજવી રહ્યા છે. મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનો સામે આવ્યું છે. કર્ફ્યૂનો સમય લાગી ગયા બાદ પણ બુટલેગર જાણે કોઈ પરવા કરતો ન હોય એ રીતે પોતાના લગ્નનું જમણવાર ચલાવતો રહ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

બુટલેગરની સામે પોલીસ કાર્યવાહી કરશે?
મોડી રાત સુધી ચાલતા લિસ્ટેડ બુટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતા પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ પોલીસે 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. બુટલેગરની સામે પોલીસ કયા પ્રકારના પગલાં લે છે તે જોવું મહત્વનું છે. તાજેતરમાં જ સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના વિદાય સંભારમનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર બાદ હવે બુટલેગર સામે પોલીસ કેટલી ગંભીરતાથી ગુનો દાખલ કરે છે તેના પર સૌની નજર છે.

લિસ્ટેડ બુટલેગરના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ અને કર્ફ્યૂ ભંગ.
લિસ્ટેડ બુટલેગરના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ અને કર્ફ્યૂ ભંગ.

કર્ફ્યૂમાં થતા આયોજનો પોલીસ માટે એક મોટો પડકાર
સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં કર્ફ્યૂના સમયે લોકો મોટી સંખ્યામાં લગ્નમાં એકત્રીત થયા હતા. સવાલ એ ઉભો થાય છે કે શું આયોજનની કોઇ પરમિશન પોલીસ પાસે લેવામાં આવી હશે ખરી અને જો લેવામાં આવી હશે તો એના માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હશે. પરમિશન ન પણ લેવામાં આવી હોય તો કર્ફ્યૂ સમયે પણ પ્રસંગ ચાલુ ન રહે તેની ખાસ કાળજી આયોજકોએ રાખવી જોઈએ. પરંતુ લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યા છે. જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.

પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *