પીડિયાટ્રિક્સની ગાઇડલાઇન્સ: કોરોનાગ્રસ્ત બાળકોને મહત્તમ 8 MG પ્રતિદિન એક જ વખત સ્ટિરોઇડ, વયસ્કો કરતાં ઓછા રિપોર્ટ કરાશે

india
  • બાળકોમાં કોરોનાની સારવાર માટે ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સની ગાઇડલાઇન્સ

ત્રીજી લહેર આવશે તો એમાં બાળકો સૌથી વધુ કોરોનાગ્રસ્ત થશે તેવા ઘણા અંદાજો લગાવાઈ રહ્યા છે. આ વચ્ચે પીડિયાટ્રિશિયન્સ અત્યારથી જ તૈયાર થઈ ગયા છે અને હોસ્પિટલની ગણતરી, બેડની સ્થિતિ, આઈસીયુની સ્થિતિ મેળવી લેવાઈ છે તેમજ બાળરોગ નિષ્ણાતોની સૌથી અગ્રીમ સંસ્થા ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે કોરોનામાં બાળકોની સારવાર માટે ખાસ ગાઈડલાઈન્સ પણ તૈયાર કરી દીધી છે.

એન્ટીવાઇરલ જેવી દવાઓ ઓછી વાપરવાની છે
આ અંગે નેશનલ એકેડમી ઓફ પીડિયાટ્રિક્સની ઈન્ફેક્શિયસ ડિઝીઝ વિંગની નેશનલ કમિટીના સભ્ય ડો. યજ્ઞેશ પોપટે જણાવ્યું હતું કે બધા નિષ્ણાત તબીબોએ અલગ અલગ સૂચનો આપ્યા છે અને એના આધારે ગાઈડલાઈન્સ બનાવી છે અને એ મુજબ સમગ્ર દેશમાં સારવાર ચાલુ કરાશે. વયસ્કોના પ્રોટોકોલથી થોડા ફરક રહેશે, જેમ કે એન્ટીવાઇરલ જેવી દવાઓ ઓછી વાપરવાની છે અને ખાસ કરીને ઈન્વેસ્ટિગેશન એટલે કે અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરવાની જરૂર નહિ રહે, કારણ કે આ રિપોર્ટ કો-મોર્બિડિટીમાં થાય છે અને બાળકોમાં એનું પ્રમાણ ઓછું છે.

એક એક્સપર્ટ કમિટી બનાવાશે
ગાઈડલાઈન્સમાં અલગ અલગ દવાઓ ઉપરાંત સ્ટિરોઈડ પર પણ નિયંત્રણ લગાવાયું છે વયસ્કોમાં સ્ટિરોઈડ માટે કોઇ સ્પષ્ટ ગાઈડલાઈન્સનો ખાનગી હોસ્પિટલમાં અભાવ હતો, જ્યારે સરકારી હોસ્પિટલમા દિવસમાં 3 વખત 8 એમજી મર્યાદા હતી. જોકે આ નવી ગાઈડલાઈન્સમાં બાળકોને એક જ વખત અને મહત્તમ 6 એમજી જ ડોઝ આપવાનું નોંધ્યું છે. સ્ટેટ ઈન્ફેક્શિયસ ડિઝીઝ માટે રાજકોટ મેડિકલ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક અને હાલ સુરત મેડિકલ કોલેજમાં ફરજ નિભાવતા ડો. યોગેશ પોપટને જવાબદારી સોંપાઈ છે અને તેઓ અલગ અલગ તબીબો અને સંસ્થાઓ સાથે રહીને નિષ્ણાતોની ટીમ તૈયાર કરી રહ્યા છે. આ ઉપરાંત સરકાર કે આઈસીએમઆર દ્વારા પણ અલગ અલગ પ્રોટોકોલ જાહેર કરાતા હોય છે તબીબો તે સમજવામાં તેમજ દર વખતે બદલાતા પ્રોટોકોલમાં પરેશાન ન જાય તે માટે એક એક્સપર્ટ કમિટી બનાવાશે.

રેમડેસિવિરનું પ્રમાણ વજન મુજબ નક્કી કરાશે
રેમડેસિવિર ઈન્જેક્શનની ગાઈડલાઈન્સમાં વ્યક્તિને પહેલા દિવસે 200 એમજી અને પછી 4 દિવસ 100 એમજી અપાય છે. જોકે બાળકોમાં આ પ્રમાણ જાળવવાનું નથી અને બાળકનું વજન 3.5 કિલો વજનથી વધુ હોય તો જ આપવાનું છે. 3.5 કિલોથી 40 કિલો સુધી બાળકના પ્રત્યેક કિલો વજનના 5 એમજી મુજબ અપાશે જ્યારે 40 કિલો કરતા વધુ હોય તેમને 100 એમજી પ્રતિદિવસ રેમડેસિવિર અપાશે.

માઈલ્ડ અને મોડરેટ દર્દી અને સિવિયર માટે અલગ હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ડો. યજ્ઞેશ પોપટ જણાવે છે કે બાળકોની હોસ્પિટલમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે પણ તેને સ્ટ્રીમ લાઈન કરાઈ રહ્યું છે. જેમ કે માઈલ્ડ અને મોડેરેટ દર્દીઓ એક લેવલ પર બધા પાસે રહેશે પણ જો ગંભીર બને તો આઈસીયુની સુવિધા હોય ત્યાં જ મોકલાશે તેમજ આઇસીયુ વધારે હોય તે હોસ્પિટલ પર માઈલ્ડ દર્દીઓનું ભારણ નહિ રખાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *