- સેન્સેક્સ 27,016 અને નિફ્ટી 7,946 પર કારોબાર કરી રહ્યો છે
- બુધવારે સેન્સેક્સ 1709 અંક ઘટી 3 વર્ષના નીચલા સ્તરે પહેંચી ગયો હતો
મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1578 અંક ઘટીને 1858 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 537 અંક ઘટી 7931 પર કારોબાર કરી રહ્યો છે. બુધવારે અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 6.30 ટકા ઘટાડા સાથે બંધ થયું હતું. જોકે એશિયાઈ બજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. 27 ડિસેમ્બર 2016 બાદ પ્રથમ વખત નિફ્ટી નીચે આવ્યો છે. કારોબાર દરમિયાન તે 576 અંક ઘટીને 7,832.95 સુધી આવ્યો હતો.
સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, ઈન્ડસલેન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા 11.73 ટકા ઘટી 1,035.45 પર કરોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 12.97 ટકા ઘટી 2,665.00 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 11.62 ટકા ઘટી 386.40 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસલેન્ડ બેન્ક 10.49 ટકા ઘટી 411.60 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 9.22 ટકા ઘટી 3,002.55 પર કારોબાર કરી રહ્યો છે.
બેન્કોના શેરોમાં સૌથી વધુ ઘટાડો
નિફ્ટી 6 ટકા ઘટીને 3 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો છે. બેન્ક શેરોમાં બંધન બેન્કમાં સૌથી વધુ 11 ટકા નુકસાન જોવા મળ્યું છે. ઈન્ડસઈન્ડ બેન્ક અને કોટક બેન્ક 9-9 ટકા સુધી ઘટ્યા છે. એચડીએફસી બેન્ક 7 ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક 5.7 ટકા ઘટ્યો છે. ડોલરની સરખામણીમાં રૂપિયો 75ની નજીક આવ્યો છે. રૂપિયામાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. ડોલરની સરખામણી તે 70 પૈસા ઘટીને 74.96 પર ખુલ્યો. બુધવારે તે 74.26 પર બંધ થયો હતો.
બુધવારે પણ શેરબજારમાં ભારે વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1709 અંક ઘટીને 3 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 29 હજારના સ્તરને તોડીને 28,869 પર બંધ થયો હતો. જોકે સેન્સેક્સ 395.19 અંક અને નિફ્ટી 153.30 અંક વધી ખુલ્યો હતો, જોકે માર્કેટ ખુલ્યાની 15 મિનિટ બાદ તે ઘટવાનો શરૂ થયો હતો. કારોબારના અંતમાં સેન્સેક્સ 1709 અંક ઘટીને 28869 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીનું ક્લોઝિંગ 425.55 અંક ઘટીને 8541.50 પર બંધ થયો હતો.